Placeholder canvas

રાજકોટ ડિવિઝનની ત્રણ જોડી ટ્રેનોમાં વધારાના કોચ જોડાતા મુસાફરોને રાહત

રાજકોટ: ઉનાળુ વેકેશનની રજાઓમાં બસ અને હવાઇ મુસાફરોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ટ્રેનોમાં મુસાફરોના ભારે ઘસારાને ધ્યાને લઇ રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ત્રણ જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે વધારાના કોચ ઉમેરાતા મુસાફરોની સુવિધામાં વધારો થયો છે.

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનની ત્રણ જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

  1. ટ્રેન નંબર 22946/22945 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલમાં 04.06.2022થી ઓખાથી અને 01.06.2022થી મુંબઈ સેન્ટ્રલથી એક વધારાનો સેક્ધડ એસી કોચ લગાડવામાં આવશે.
  2. ટ્રેન નંબર 19252/19251 ઓખા-સોમનાથ એક્સપ્રેસમાં 02.06.2022થી ઓખાથી અને 03.06.2022થી સોમનાથથી એક વધારાનો સેક્ધડ એસી કોચ લગાડવામાં આવશે.
  3. ટ્રેન નંબર 22960/22959 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ માં 02.06.2022થી જામનગરથી અને 01.06.2022 થી વડોદરાથી બે વધારાના સેકંડ સીટિંગ આરક્ષિત કોચ લગાડવામાં આવશે.
આ સમાચારને શેર કરો