Placeholder canvas

વાંકાનેર: પાડધરા પાસે ઇકો અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 2નાં મોત,1ને ઇજા

વાંકાનેર તાલુકાના પાડધરા પાસે રવિવારે પસાર થઇ રહેલી ઇકો કાર તથા ડમ્પર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં ઇકોમા સવાર બે વ્યકિતના ઘટના સ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યા હતા જ્યારે એકને ગંભીર ઇજા સાથે રાજકોટ હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. વધુ તપાસ વાંકાનેર પોલીસ ચલાવી રહી છે.

ઈકો મા સવાર સના લખમણ કેરવાડીયા તથા નારણભાઈ ભરવાડના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા જ્યારે એકને ગંભીર હાલતમાં રાજકોટ હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનો અથડાવાનો જોરદાર ધડાકો સંભળાતાં આસપાસના વિસ્તારના લોકો દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તને બચાવવામાં મદદ કરી હતી.

આ સમાચારને શેર કરો