Placeholder canvas

ચોરડી પાસેના અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે અને ટીઆરબી જવાનનું સારવાર દરમિયાન મોત.

રાજકોટ: ગોંડલ પાસે ચોરડી નજીક ગોળાઇ પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું જયારે આ અકસ્માતમાં ઘવાયેલ રાજકોટના ટીઆરબી જવાન ઘવલ પ્રવિણભાઇ ગઢવીનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું છે.

આ બનાવની મળેલી માહિતી મુજબ વહેલી સવારે ચોરડી નજીક બે કાર સામસામે અથડાઇ હતી. જેમાં જુનાગઢથી તરણેતર લગ્ન પ્રસંગે જતા પરિવારના સરોજબા વાસુદેવસિંહ જાડેજા (ઉ.વ.પ8)નું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું.

જયારે રાજકોટથી જુનાગઢ સગાઇમાં જઇ રહેલા બીજી કારમાં સવાર ધવલ પ્રવિણભાઇ ગઢવી (ઉ.વ.રપ, રહે. સંતકબીર રોડ)ને ગંભીર હાલતમાં પ્રથમ ગોંડલ બાદ રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ ધવલને સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દેતા ગઢવી પરિવારમાં શોક છવાયો હતો. આ અકસ્માતમાં રાજકોટના ર1 વર્ષીય અર્જુનસિંહ કિરીટસિંહ ઝાલા, રવિરાજ શૈલેષભાઇ રાઠોડ (ઉ.વ.રપ), ભરતભાઇ બાબુભાઇ સરસીયા (ઉ.વ.ર6), કિશન સંજયભાઇ દાહીમા (ઉ.વ.18)ને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.

આ સમાચારને શેર કરો