Placeholder canvas

પતિએ પત્ની પર કર્યો એસિડ અટેક !! જાણો કયા આ ઘટના બની…

કોર્ટમાં ચાલી રહ્યો છે ભરણપોષણનો કેસ

જેમને એકબીજાના હાથમાં હાથ રાખીને સાથે જીવવા-મરવાના શપથ લીધા હતા, વાદો કર્યો હતો અને લગ્ન જીવનના થોડા સમયમાં થયો ડખો ને મામલો પહોંચ્યો કોર્ટ સુધી…., ગઈ કાલે કોર્ટની મુદતમાંથી ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે પતિએ પત્નીને મારવાના મનસુબા સાથે એસિડ એટેક કર્યો…!! ત્યારે સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે સાથે જ જીવવા-મરવાના વાડો શું માત્ર એક દેખાવો હતો ? એક નાટક હતું ? કે પછી એક રસમ હતી ? ચાલો તો જોઈએ એસિડ એટેક ઘટના કયા બની ? કઈ રીતે બની ?

કડીઃ મહેસાણાના કડીમાં પતિએ પત્ની પર એસિડ અટેક કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળેલ માહિતી મુજબ કડીમાં પતિએ પત્ની પર એસિડ અટેક કર્યો હતો. વાસ્તવમાં પત્નીએ પતિથી છૂટાછેડા અને ભરણપોષણની માંગ કરતા કોર્ટમાં કેસ કર્યો છે.

આ કેસની મુદ્દત હોવાથી પત્ની ભાઈ સાથે કોર્ટમાં આવી હતી. બાદમાં કોર્ટમાંથી ઘર તરફ જતા સમયે રસ્તામાં પતિએ પત્ની પર એસિડ અટેક કર્યો હતો. જેમાં મહિલાને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ આ કેસમાં પોલીસ તપાસ ચલાવી રહી છે.

આ સમાચારને શેર કરો