વાંકાનેર: જંકશન તાલુકા શાળાના આચાર્ય ચંદુભાઈ સિંધવનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજ્યો

By આરીફ દીવાન – વાંકાનેર
વાંકાનેર ખાતે આવેલ રેલવે કોલોની નજીકની સરકારી શાળા શ્રી જંકશન તાલુકા શાળાના આચાર્ય ચંદુભાઈ ભવાનભાઈ સિંધવનો વય નિવૃત્તિ વિદાય સમારંભ ગઇ કાલે તા. 31/7/2021ના રોજ જંકશન તાલુકા શાળામાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જંકશન તાલુકા શાળાની પેટા શાળાના તમામ શિક્ષકો તથા અન્ય આમંત્રિત મહેમાનોની હાજરીમાં આચાર્ય ચંદુભાઈ સિંધવની શિક્ષક તરીકે ૩૫ વર્ષની નોકરીમાં તેમને કરેલી કાર્યપ્રણાલી, તેમનો વ્યક્તિગત પરિચય અને શૈક્ષણિક બાબતોની વાતો કરવામાં આવેલ

આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના બાદ શિક્ષક સિંધવભાઈને ફુલ હાર શ્રીફળ, શાલ અને સન્માન પત્ર તથા ગિફ્ટ આપી તેમનું સન્માન કરવામાં આવ્યૂ હતું. આ કાર્યક્રમ હાલ કોરોના મહામારી અંતર્ગત સરકારની ગાઇડ લાઇન મુજબ સાદાઈથી આયોજન કરવામાં આવેલ હતો, જેમાં સંપૂર્ણ કાર્યક્રમ વાંકાનેર રેલવે કોલોની નજીકની સરકારી પ્રાથમિક શાળા શ્રી જંકશન તાલુકા શાળા, પેટા શાળાના તમામ શિક્ષકો દ્વારા આયોજન કરવામાં આવ્યો હતો.

અત્રે નોંધનીય છે કે શિક્ષક આચાર્ય ચંદુભાઈ સિંધવએ જકશન તાલુકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પીવાના પાણી માટે વોટર ફિલ્ટર અર્પણ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ શિક્ષકોએ જહેમત ઉઠાવી ગતિ તેમજ મોટાભાગના શિક્ષકોએ કાર્યક્રમમા હાજરી આપી હતી.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લીક કરો

https://chat.whatsapp.com/CQoeJCWKjDnDNpk84mVA7f

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે
.

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •