બોલેરોમાં ગેરકાનૂની રીતે ડિઝલનું વેચાણ કરતા આરોપીઓનો જામીન ઉપર છુટકારો…
વાંકાનેર: વાંકાનેર સીટી પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી વાંકાનેર – ચોટીલા રોડ પર શહેર નજીક આવેલ મીના રીફેક્ટરીઝ કારખાનામાંથી આરોપી ભીમસિંગ કૂપસિંગ રાજપૂત રહે.હાલ એસ.કે.પેટ્રોલિયમ પંચાશીયા રોડ, મૂળ રહે.રાજસ્થાન અને આરોપી ભાઈખાન ઇબ્રાહિમખાન સંધી રહે.મીના રીફેક્ટરીઝ મૂળ રહે.રાજસ્થાન વાળાને જીજે-૦૩- બીડબ્લ્યુ – ૩૦૭૮ માં બે પ્લાસ્ટિકની ટેન્ક તેમજ ફ્યુલ ડીસ્પેનસિંગ મશીન ફિટ કરી કોઈપણ જાતના લાયસન્સ વગર ડીઝલની હેરાફેરી કરી મીના રીફેક્ટરીઝ કારખાનામાં ૨૭૦૦ લીટર ડીઝલ કિંમત રૂપિયા ૨,૫૧,૧૦૦/- સાથે ઝડપી લઈ બીલબુક, મોબાઈલ અને બોલેરો વાહન સહિતના સાધનો સાથે ઝડપી લઈ કુલ રૂ.૯,૭૨,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ફરિયાદ નોંધેલ હતી.
વાંકાનેર પોલીસે આરોપીઓને નામદાર કોર્ટમાં રજુ કરતા આરોપીએ તેમના વકીલ ફારૂક એસ. ખોરજીયા મારફતે વાંકાનેર કોર્ટમાં જામીન અરજી કરેલ ત્યારબાદ આ કામના આરોપીના વકીલએ નામદાર હાઇકોર્ટના ચુકાદા રજૂ કરેલ અને દલીલો કરેલ જે દલીલને માન્ય રાખી આ કામના આરોપીઓને નામદાર કોર્ટે જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે. આ કામના આરોપી વતી વકીલ તરીકે ફારૂક એસ.ખોરજીયા, આદીલ એ.માથાકીયા અને પૂજા બી. વાઘેલા રોકાયેલ હતા.

