Placeholder canvas

ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના આરોપી હાથવેતમાં

ટંકારાના ગ્રામ્ય વિસ્તારની સગીરા સાથે દુષ્કર્મનો બનાવ બનેલો હોય આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે સગીરાની સાથે દુષ્કર્મ આચરનાર અને તેનો સાથ આપનાર બે શખસોની સામે ગુનો નોંધ્યો છે અને આરોપીઓ હાલમાં હાથવેંતમાં હોવાનું હાલમાં સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

બનાવની સુત્રોંમાંથી મળતી વિગત પ્રમાણે ટંકારાના ગ્રામ્ય વિસ્તારની અવવારું જગ્યામાં સગીરા સાથે એક શખ્સ દ્વારા દુષ્કર્મ આચર્યું છે અને ત્યારે અન્ય એક શખ્સ ત્યા બહાર ઉભો હતો આમ બે શખ્સોની સામે ભોગ બનેલ સગીરાના પરિવારજનોએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.

જેના આધારે પોલીસે હાલમાં આરોપીની સામે દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે સૂત્રોમાંથી મળતી વિગત મુજબ બંને આરોપીઓ ટંકારા પોલીસની હાથવેંતમાં છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો….. https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો