વાંકાનેર: NDPS કેસમાં 8 મહિનાથી ફરાર આરોપી SOGના હાથે ઝડપાયો
બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી પુલ પાસેથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો
વાંકાનેર: મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPSના ગુનામાં છેલ્લા 8 મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
મળતી માહિતી મુજબ, SOG સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી પુલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બાતમીમાં જણાવેલા આરોપી સુદિપભાઈ ઉર્ફે સન્ની ઉર્ફે દરબાર નરોતમભાઈ પીપળીયા ત્યાંથી પસાર થતાં SOG ટીમે તેને ઝડપી લીધો હતો.
આરોપી વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં B-Part ગુના રજીસ્ટર નંબર 1339/2025 હેઠળ NDPS એક્ટની કલમ 8(C), 20(B) અને 29 મુજબ ગુનો નોંધાયેલો છે. આ ગુનામાં આરોપી છેલ્લા આશરે 8 મહિનાથી નાસતો ફરતો હતો.
ઝડપાયેલ આરોપી મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢનો વતની હોવાનું તેમજ હાલ થાનગઢના ફુલવાડી ચાયડા વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.
SOG ટીમે આરોપીને ઝડપી લીધા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.


