Placeholder canvas

ધ્રોલ નજીક જાયવા ગામના પાટિયા પાસે ટ્રકની પાછળ કાર ઘુસી ગઇ, 3ના મોત,3ને ઇજા.

રાજકોટ જામનગર હાઇવે પર આશાપુરા ગેસ્ટહાઉસ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

વધુમાં મળેલી માહિતી મુજબ ગત રાત્રે એટલે કે આજે વહેલી સવારે જામનગર રાજકોટ હાઇવે ઉપર આશાપુરા ગેસ્ટ હાઉસ પાસે એક ચાલુ ટ્રકની પાછળ અમેઝ કાર (Gj-10D 6818) ઘૂસી ગઈ હતી જેમાં બે વ્યક્તિનું ઘટના સ્થળે મોત થય હતા તેમજ બે બાળકો અને બે મહિલાઓને ઈજા પહોંચી હતી, જેમાં બન્ને મહિલાઓને ગંભીર ઇજા થઈ હોવાનું સામે આવ્યું છે.

આ અકસ્માત થતા લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને કારમાં રહેલા લોકોને બહાર કાઢવામાં લાગી ગયા હતા. 108 ને ફોન કરતા તાત્કાલિક આવી ગઈ હતી તેમાં ઇજાગ્રસ્તોને જામનગર જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વધુમાં મળેલ માહિતી મુજબ જામનગરનો પરિવાર હોન્ડા Amaze કારમાં મોડી રાત્રે રાજકોટ લગ્ન પ્રસંદમાં જઇ રહ્યો હતો. ધ્રોલથી આગળ જાયવા ગામ પાટીયા પાસે આવેલી આશાપુરા હોટલ સામે કાર ચાલુ ટ્રકની પાછળ ઘૂસી ગઇ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા કારનો ભૂક્કો બોલી ગયો હતો અને ઘટનાસ્થળ પર જ કારમાં સવાર 6 પૈકી 2 લોકોના મોત થયા હતા. જ્યારે 2 બાળકો સહિત 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં એક બાળકનું મોત થયું છે.

મળતી માહિતી મુજબ મૃતકોમાં સાસુ-જમાઇ અને એક બાળકનો સમાવેશ થાય છે. જ્યારે એક બાળક અને એક વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતના પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યારે મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો