વાંકાનેર:બાઇકને કારચાલકે ઠોકર મારતા બેને ઇજા

વાંકાનેર : નેશનલ હાઈવે પર વઘાસીયા ટોલનાકા પાસે કારચાલકે ઠોકર મારતા બાઇક પર સવાર બે લોકોને ઇજા પહોંચી હતી. આ અકસ્માત અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ગઈકાલે તા. 27ના રોજ વઘાસીયા ટોલનાકા નજીક ફરીયાદી યશવન નરેન્દ્રવન ગૌસ્વામી સ્પલેન્ડર મોટર સાયકલ રજી. નં.GJ-13-K-2461નું ચલાવીને જતા હતા. ત્યારે સ્વીફ્ટ કાર રજી. નં.GJ-13-NN-8127ના ચાલકે તેની સાઇડ લઇ આગળ-પાછળનું ધ્યાન રાખ્યા વગર વળાંક વાળ્યો હતો. તે વખતે ફરીયાદીનું મોટરસાયકલ સ્વીફ્ટ કાર સાથે ભટકાઇ જતા અકસ્માત સર્જાયો હતો. આથી, ફરીયાદીને જમણા હાથ-પગમાં છોલાયેલ તેમજ સાહેદ ધર્મેશભાઇને જમણા પગના ગોળામાં ફ્રેક્ચર જેવી ઇજા થઇ હતી. જેમની પોલીસે નોંધ કરી આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો
  • 61
  •  
  •  
  •  
  •  
  •  
    61
    Shares