Placeholder canvas

હળવદ–મોરબી હાઇવે ઉપર ઉંચી માંડલ પાસે ડમ્પરે કારને હડફેટે લેતા ત્રણ યુવાનોને ઇજા.

મોરબી : દિવસે દિવસે ડમ્પર ચાલકોનો ત્રાસ હદ વટાવી રહ્યો છે. હળવદ – મોરબી હાઇવે ઉપર ઉંચી માંડલ નજીક સામેથી માતેલા સાંઢની જેમ પુરપાટ ઝડપે આવેલા ડમ્પર ચાલકે કારને હડફેટે લેતા મોરબીના ત્રણ યુવાનોને ઇજા પહોંચી હતી.ડમ્પર ચાલક આ અકસ્માત સર્જી નાસી ગયો હતો.

અકસ્માતની આ ઘટના અંગે મળેલી માહિતી મુજબ મોરબી – હળવદ હાઇવે ઉપર ઉંચી માંડલ ગામ નજીક મોરબીના સ્મિત હિતેશભાઈ અઘારા અને તેમના મિત્રો જીજે – 36 – AF – 1921 નંબરની કારમાં જઈ રહ્યા હતા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતા આવતા જીજે – 03 – BW- 9214 નંબરના ડમ્પર ચાલકે કારને જોરદાર ટક્કર મારતા કારમાં બેઠેલા સ્મિત અઘારા, દીપ નિલેશભાઈ અને ધ્રુવીન વિનોદભાઈ નામના યુવાનોને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક નાસી જતા આ મામલે સ્મિતના પિતા હિતેશભાઈ અઘારાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ સમાચારને શેર કરો