વઘાસિયા ટોલનાકા પાસે ટ્રક ચાલકે બાઇકને ઠોકર મારતા પુત્રની નજર સામે પિતાનું મોત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગાંગિયાવદર ગામે રહેતા પિતા પુત્ર દીકરીના ઘેર લાકડધાર ગયા બાદ ફઈબાના ઘેર વઘાસિયા જતા હતા ત્યારે ટોલનાકા નજીક ટ્રક ચાલકે પાછળથી હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતના પુત્રની નજર સામે વૃદ્ધ પિતાનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગાંગિયાવદર ગામે રહેતા કાનજીભાઈ શામજીભાઈ ધરજીયા ઉ.42 નામના યુવાને જીજે – 12 – એઝેડ – 1331 નંબરના આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ તેમના પિતા શામજીભાઈ મોહનભાઇ ધરજીયા ઉ.70ને લઈ લાકડધાર ગામે બહેનના ઘેરથી વઘાસિયા ગામે ફઈબાના ઘરે જતા હતા ત્યારે વઘાસિયા ટોલનાકા પાસે ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારતા તેમના પિતા શામજીભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

