Placeholder canvas

મોરબી: સોખડા પાસે બેકાબુ ટ્રકે બાઇકને અડફેટે લેતા,બાઇકમાં સવાર બન્ને યુવકોના મોત.

મોરબી તાલુકાના સોખડા ગામ પાસે બાઇક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર બે યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થયો હતો. આ અંગેની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને ધોરણ સરની કાર્યવાહી હાથ કરી હતી.

આ બનાવની મળતી વિગતો મુજબ રાજકોટ ખાતેની પ્રાઈવેટ બેંકમાં નોકરી કરતા બે યુવકો અમિત વિજય જોશી અને જીગ્નેશ સુરેશભાઈ ગાંધી મોરબીના સોખડા ગામે બેંકના કામ સબબ આવી રહ્યા હતા.એ સમયે એક બેકાબુ ટ્રકે બાઇકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યાં બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેમાં જીજ્ઞેશ ગાંધી નામના યુવાનનું ઘટના સ્થળે જ તેમના મોત નિપજ્યુ હતું જયારે અમિત જોશીને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જયા તેનું મોત નીપજ્યું હતું . બીજી તરફ અકસ્માત સર્જીને ટ્રક ચાલક ટ્રક રેઢું મૂકીને નાસી ગયો હતો.

આ અકસ્માતની જાણ થતા મોરબી તાલુકા પોલીસના ફિરોઝભાઈ સુમરા અને જનકસિંહ પરમાર સહિતના પોલીસ કર્મીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવક મૃતદેહને તેમણે પોસ્ટ મોર્ટમ અર્થે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા તથા ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. આ મામલે તાલુકા પોલીસની ટીમે ફરાર ટ્રક ચાલકને ઝડપવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો