Placeholder canvas

સાયલા હાઇવે ઉપર ઇકો કાર બંધ ટ્રક પાછળ ઘુસી જતા 6ને ગંભીર ઇજા.

સાયલા ચોટીલા હાઇવે પર ચાર દિવસ પહેલા ડોળીયા પાસે ઈકો કાર ટ્રક પાછળ પુછી જતા જેમાં ચાર લોકોના મૃત્યું થયા હતા ત્યારે આજે ફરીથી સાયલા પાસે આવેલ મોડલ સ્કૂલની બાજુમાં ઈકો કાર ચોટીલા તરફથી આવતી હતી ત્યારે ટ્રક પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં છ જેટલા લોકો ઇજાગ્રસ્ત થવા પામ્યા હતા. જેમાંથી ત્રણની હાલત ગંભીર જણાતા પ્રાથમિક સારવાર અર્થે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓને ગંભીર ઈજાઓના કારણે સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં પૂર્વીબેન હર્ષદભાઈ પટેલ રહે કાસોર ઉ.વ. 22, મિતુલ સુનિલભાઈ પટેલ રહે કાસોર ઉંમર 23, નિષા હર્ષદભાઈ પટેલ રહે કાસોર ઉમર 50,રોનક બેન કીશન સીંહ ગોહીલ રહે મહીસા 30,જયનિલ હર્ષદભાઈ પટેલ રહે સુનાવ ઉમર 19,કિશન હર્ષદભાઈ પટેલ રહે મહીસા ઉંમર 30 ને ઇજાઓ થવા પામી હતી.

આ સમાચારને શેર કરો