Placeholder canvas

વાંકાનેર: પુરઝડપે આવતા ટ્રકે અચાનક રોંગ સાઈડ લેતા બાઇક સાથે અકસ્માત.

વાંકાનેર તાલુકાના સરતાનપર રાતાવીરડા રોડ પર પુરઝડપે આવતા ટ્રકે રોંગ સાઈડ લેતા બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

જેમાં ફરિયાદી હરેશભાઇ મગનભાઇ દેગામાએ જણાવ્યું હતું કે, તેઓ સરતાનપર રાતાવીરડા રોડ લાટો સીરામીકથી આગળ બંધ કોમ્પલેક્ષ દુકાનો પાસે રોડ પરથી તેમના બાઇક હીરો સ્પલેન્ડર રજીસ્ટર નંબર GJ-36-N-9197 પર પસાર થતાં હતા.

એ સમયે અચાનક આરોપી ટ્રક ડ્રાઇવરે તેનો ટ્રક રજીસ્ટર નંબર GJ-12-BV-5211ને પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રોંગ સાઇડ પરથી આવી બાઇકને સામેથી ઠોકર મારી હતી. જેને લીધે હરેશભાઈ રોડ પર ફસડાઈ પડ્યા હતા અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન મુકીને નાસી ગયો હતો. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો