Placeholder canvas

રાજકોટ: નવાગામ પાસે ડમ્પર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે ના મોત

રાજકોટ અમદાવાદ હાઇવે પર ગ્રીનલેન્ડ ચોકથી આગળ નવાગામ પાસે આજે સાંજના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા ચાલકે અચાનક વળાંક લેતા પાછળથી આવતું ડમ્પર ધડાકાભેર રીક્ષા સાથે અથડાયું હતું અને રીક્ષાનો કચરઘાણ બોલી ગયો હતો.

આ અકસ્માતમાં પિતા-પુત્રના કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો