વાંકાનેર

વાંકાનેર: પીપળીયા રાજ ગામ નજીક દારૂના નશામાં કાર ચાલકે બે વાહનને હડફેટે લીધા…

વાંકાનેર: આજે સવારમાં વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ નજીક દારૂના નશામાં ચૂર બની પસાર થતા એક કાર ચાલક બે રીક્ષાને હડફેટે લીધા હતા. જેમાં બે લોકોને ઇજાઓ પહોંચી હતી…

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ નજીક દારૂ પીઇને પુરપાટ ઝડપે પસાર થતા એક કાર ચાલકે અહીંથી પસાર થતી એક સીએનજી રીક્ષા તથા માલ વાહક રીક્ષાને હડફેટે લીધા હતા. જેમાં માલ વાહક રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી, જ્યારે સીએનજી રીક્ષામાં નુકસાની પહોંચી હતી. આ અકસ્માતના બનાવમાં બે લોકોને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. અકસ્માતના પગલે ગામ લોકો એકઠા થઈ કાર ચાલકને ઘેરી લેતા કારમાં વિદેશી દારૂની બોટલો સાથે ચાલક નશામાં હોવાનું સામે આવ્યું હતું. જે બાદ બનાવની જાણ પોલીસને કરતા પોલીસે કાર ચાલક પોલીસ સ્ટેશન એ લઈ આવ્યા હતા.

આ સમાચારને શેર કરો