Placeholder canvas

ટંકારા: નેકનામ પાસે ટ્રેકટર અને છકડો રિક્ષા વચ્ચે એક્સિડન્ટ…

ટંકારા તાલુકાના નેકનામ નજીક ટ્રેકટર અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત થતા એક બાળક તેમજ બે મહિલાઓને ઇજાઓ પહોંચતા અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રેકટર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.

આ અકસ્માત અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામથી વાછકપર જવાના માર્ગે ટ્રેકટર નંબર જીજે- 36 – આર – 0341 નંબરના ચાલકે ખેતમજૂરોને મુકવા જઈ રહેલ છકડો રીક્ષા નંબર જીજે – 03 – ઝેડ – 3224 સાથે અકસ્માત સર્જતાં રિક્ષામાં બેઠેલા લીલાબેન મેડાને માથાના ભાગે, કાર્તિક નામના 2 વર્ષના બાળકને હાથમાં ફ્રેક્ચર થવાની સાથે શ્રમિકાબેન બાંમ્ભણીયાને મૂંઢ ઇજાઓ પહોંચી હતી.

આ અકસ્માત બાદ ટ્રેકટર ચાલક નાસી જતા ઘટના અંગે અરવિંદભાઈ ગાંડુભાઇ સાકરીયા, રહે. વાછકપર વાળાએ ટ્રેકટર ચાલક ભગવાનજીભાઈ પટેલ રહે. નેકનામ વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકના ફરિયાદ નોંધાવી છે.

આ સમાચારને શેર કરો