Placeholder canvas

વાંકાનેરના ખેરવા ગામ પાસે રાત્રે બળદગાડા સાથે બાઈક ભટકાયું: બે ને ઈજા…

વાંકાનેર: ગત રાત્રે વાંકાનેર-રાજકોટ રોડ પર, તાલુકાના ખેરવા ગામ પાસે બળદગાડા અને બાઈક વચ્ચે અકસ્માત થયું હતું. બાઇક ચાલક અને બળદગાડા વાળા બન્ને ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખેરવા ગામ પાસે ગત રાત્રિના વાંકાનેર-કુવાડવા રોડ પર વાડીએથી પોતાના ઘરે જઈ રહેલ એક બળદગાડા સાથે કુવાડવાથી વાંકાનેર તરફ જતું એક બાઈક સામેથી આવતા બળદગાડા સાથે ધડાકા સાથે અથડાયું હતું. અને ગાડાનો આગળ નો ઉંટુડો બાઇકચાલકના માથામાં લાગતા ભારે ઈજા પહોંચી હતી.

બળદગાડા સાથે ધડાકાભેર બાઈક ભટકાતા બળદો ભડકીયા હતા અને ગાડુ બાજુમાં આવેલી વાળમાં પલટી ગયું હતું જેથી ગાડામાં બેઠેલા અલીભાઈ હાજીભાઈ કડીવારને કાંટા લાગ્યા હતા અને બીજી ઈજા પહોંચી હતી તેમને વાંકાનેરની પીર મશાઇખ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.

વધુમાં મળેલી માહિતી મુજબ પોતાની સાઈડમાં જતું બળદ ગાડાને બાઈકચાલક સામેથી આવતા વાહનની લાઈટના કારણે અંજાઈ જવાથી બળદગાડું તેમને દેખાયું ન હોય અને પરિણામે બાઈક રોંગ સાઈડમાં જઈને ગાડા સાથે ભટકાયું હતું જેમાં ગાડાની આગળ આવતો ઉંટડો બાઇકચાલક ના માથામાં લાગતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી તેમને 108 મારફત રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતા.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો