વાંકાનેર

વાંકાનેર: જકાતનાકા ચોકડી પાસે હાઈવે પર બાઈકને ટ્રકે હડફેટ લીધું, બાઈક ચાલક માંડમાંડ બચ્યો…

વાંકાનેર: આજે સાંજના લગભગ સાડાઆઠ વાગ્યાની આસપાસ નેશનલ હાઇવે પર જકાતનાકા ચોકડી પાસે બાઈક ચાલક વાંકાનેર શહેરમાં આવવા વળતા પાછળથી આવતા ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈક ટ્રકમાં આવી ગયું હતું જ્યારે બાઈક ચાલક માંડ માંડ બચ્યો હતો

આ બનાવો અંગે મળેલી માહિતી મુજબ જકાતનાકા ચોકડી પાસે બાઈક ચાલક વાંકાનેર શહેરમાં આવવા વળતા પાછળ આવી રહેલા ટ્રકે પાછળથી ટક્કર મારતા બાઈક ચાલક માંડ માંડ બચ્યો હતો. જ્યારે બાઈક ટ્રકની વચ્ચે આવી ગયું હતું. સદનસીબે બાઈક ચાલકને કોઈ મોટી ઈજા પહોંચી નથી. આ અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને પાછળ ટ્રાફિક જામ થઈ ગયો હતો. ચોકડી પર રહેલા પોલીસે ટ્રાફિક કિલિયર કરાવ્યો હતો.

(Photo by Firoj)

આ સમાચારને શેર કરો