Placeholder canvas

કુવાડવા નજીક ગુંદા ગામના પાટીયા પાસે રીક્ષાએ હડફેટે લેતા વેપારી યુવકનું ઘટનાસ્થળે જ મોત.

રાજકોટ: માટેલ ગામે સસરાના ઘરે આંટો મારવા જઈ રહેલા થોરાળા વિસ્તારના વેપારી યુવકની બાઈકને ગુંદા ગામના પાટીયા પાસે લાકડી ભરેલી રીક્ષાએ હડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. યુવક માટેલ માવતરે આંટો મારવા ગયેલ પત્નીને મળવા જતો હતો. ત્યારે કાળમુખી રીક્ષાએ યુવકનો ભોગ લીધો હતો.

મળેલી માહિતી મુજબ થોરાળાના ન્યુ સર્વોદય સોસાયટીમાં રહેતો પ્રકાશભાઈ કાંતીભાઈ પરમાર (ઉ.25) આજે સવારે પોતાનું એકટીવા મોપેડ નં. જીજે 03 એલકયુ 3389 હંકારી માટેલ સસરાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે કુવાડવા નજીક ગુંદા ગામના પાટીયા પાસે પહોંચતા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ લાકડા ભરેલ રીક્ષાચાલકે હડફેટે લેતા એકટીવા ચાલક રોડ પણ પટકાતા માથામાં ગંભીર ઈજા પહોંચતા લોહીના ખાબોચીયા ભરાયા હતા. ઘટના સ્થળે જ યુવકનું કમકમાટીભયુર્ં મોત નિપજયું હતું.

બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઈ એસ.વી. તડીત સહીતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએસ અર્થે સીવીલ હોસ્પીટલે ખસેડયો હતો. બનાવની જાણ થતા મૃતકના પરીવારજનો સહીતના લોકો હોસ્પીટલે દોડી આવ્યા હતા.

વધુમાં મળેલ વિગત મુજબ મૃતક યુવક ઘર પાસે કરીયાણાની દુકાન ચલાવતો હતો તે બે ભાઈ અને એક બહેનમાં વચેટ હતો અને આઠ મહીના પહેલાજ તેના લગ્ન થયા હતા. હાલમાં પત્ની મનીષાબેન માવતર માટેલ આંટો મારવા ગયા હોય ત્યાં પ્રકાશ આંટો મારવા જતો હતો ત્યારે અકસ્માત નડયો હતો.

આ સમાચારને શેર કરો