Placeholder canvas

વાંકાનેર: દલડી પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા આધેડ ઇજાગ્રસ્ત.

વાંકાનેર તાલુકાના દલડી ગામના બોર્ડ પાસે રેલ્વે સ્ટેશન સામે રોડ પરથી પોતાના બાઇક પર પસાર થતા સરધારકા ગામના એક આધેડને સામેથી રોંગ સાઈડમાં આવતા એક ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક ચાલક આધેડને ઇજાઓ પહોંચી હતી. ટ્રક ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરધારકા ગામ ખાતે રહેતા ભુપતસિંહ લાલુભા ઝાલા(ઉ.વ. ૫૨)એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદ ગઈકાલે બપોરે વાંકાનેરથી દવા લઇ પરત પોતાના ગામ તરફ જઇ રહ્યા હોય ત્યારે દલડી ગામના પાટીયા પાસે રેલ્વે સ્ટેશન સામે રોડ પર તેમના સ્પ્લેન્ડર બાઇકને સામેથી રોંગ સાઈડમાં આવતા એક ટ્રક ટ્રેઇલર નં. GJ 12 BY 9035ના ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ફરિયાદીને પગના ભાગે ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચી હતી, જેથી આ મામલે આધેડની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો