સૌરાષ્ટ્ર

અકસ્માત:ચોટીલાના કુંઢડા પાસે બે કાર વચ્ચે ટક્કર થતા ત્રણ વ્યકિતઓ ઈજાગ્રસ્ત , એકની હાલત ગંભીર

ચોટીલા: હાઇવે પર અકસ્માતોની ઘટનાઓ દિન પ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહી છે. અને વાહનચાલકો પણ બેફિકરાઇ પૂર્વક પુરઝડપે વાહનો ચલાવી અને અકસ્માત સર્જાતા અનેક લોકોના જીવ ગયા હોવાની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. ત્યારે ચોટીલા જસદણ નેશનલ હાઈવે ઉપર કુંઢડા ગામના પાટિયા પાસે ઇકો કાર અને વેગેનાર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓ ઘાયલ થતાં તાત્કાલિક અસરે એમને 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રથમ ચોટીલા સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી એક વ્યક્તિને વધુ ગંભીર ઇજાઓ થવાના કારણે તેને તાત્કાલિક રાજકોટ સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. ચોટીલા પોલીસને આ અંગેની જાણકારી મળતા તાત્કાલિક અસરે ઘટનાસ્થળે પહોંચીને ફરિયાદ નોંધવાની તેમજ તપાસની આગળની કામગીરી શરૂ કરી હતી.

આ સમાચારને શેર કરો