Placeholder canvas

ચોટીલા પાસે ટ્રેલર કાર પર પડ્યુ ! 2ના મોત,2ને ઇજા…

ચોટીલા હાઈવે પર ફરી એક વખત અકસ્માત સર્જાયો છે. જામનગરથી નડિયાદ લગ્ન પ્રસંગમાં જતા પરિવારને અકસ્માત નડ્યો. વણકીના પાટિયા પાસેથી કાર પસાર થઈ રહી હતી એ દરમિયાન ટ્રેલર કાર પર પડ્યું. જેને કારણે કારમાં સવાર એક યુવક અને તેના સસરાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. જ્યારે એક મહિલા અને બાળકને ઈજા પહોંચી. ઘટના અંગે જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો અને ક્રેનની મદદથી ઈજાગ્રસ્ત મહિલા અને બાળકને બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘટના બાદ મોટી સંખ્યામાં આસપાસના લોકો ઉમટી પડ્યા હતા.

જામનગરથી નડિયાદ લગ્ન પ્રસંગમાં જતા પરિવારને અકસ્માત નડ્યો. વણકીના પાટિયા પાસેથી કાર પસાર થઈ રહી હતી એ દરમિયાન ટ્રેલર કાર પર પડ્યું. જેને કારણે કારમાં સવાર એક યુવક અને તેના સસરાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. જ્યારે એક મહિલા અને બાળકને ઈજા પહોંચી. ઘટના અંગે જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો અને ક્રેનની મદદથી ઈજાગ્રસ્ત મહિલા અને બાળકને બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ પરિવાર જામનગર થી અમદાવાદ થઈ અને નડિયાદ લગ્ન પ્રસંગમાં જતો હતો ત્યારે સાયલાના વણકી ગામ પાસે અચાનક ટેલરના ચાલકે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવવાના કારણે કાર ઉપર ટેલર પડ્યું હતું અને કારનો કચર જાણ કરી નાખ્યો હતો.

આ સમાચારને શેર કરો