વાંકાનેર

વાંકાનેર: માર્કેટિંગ યાર્ડ પાસે હાઇવે પર ડબલ સવાર બાઇકને કારે હડફેટ લેતા બે ને ઇજા

વાંકાનેર: ચંદ્રપુર માર્કેટિંગ યાર્ડ પાસે નેશનલ હાઈવે પરથી પસાર થતા એક ડબલ સવારી બાઈકને પુર ઝડપે આવતા કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક સવાર બે યુવાનોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, આ બનાવમાં કાર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેરના કેરાળા ગામે રહેતા ફરિયાદી ગુલામહુશેન મહમદભાઈ કડીવારએ વાંકાનેર સીટી પોલીસમાં કાર નં. GJ 12 IC 0529 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદ તેમના જ્યુપિટર બાઇક પર સાહેદ ડો. ગુલામમોઇન બાદી સાથે જઇ રહ્યા હોય, દરમ્યાન ચંદ્રપુર નજીક પહોંચતા નુર પ્લાઝા સામે હાઇવે પર પુર ઝડપે આવતા ઉપરોક્ત કારના ચાલકે પાછળથી જ્યુપિટરને ટક્કર મારી હડફેટે લઇને અકસ્માત સર્જી નાસી જતાં આ અકસ્માતમાં ફરિયાદ તથા સાહેદને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગુલામમોઈનને મણકામાં ગંભીર ઇજા પહોંચી હતી અને તેમનું અમદાવાદ ખાતે ઓપરેશન કરવામાં આવ્યું છે. તેવો હાલ અમદાવાદ સારવાર હેઠળ છે.

આ સમાચારને શેર કરો