Placeholder canvas

વાંકાનેર: હાઇવે ઉપર બે કાર વચ્ચે અકસ્માત, એકને ગંભીર ઇજા

વાંકાનેર : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રાણેકપર ગામના પાટીયા પાસે આવેલ શિવશકિત હોટેલની સામે બે કાર વચ્ચે અકસ્માત થતા એક કારચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ અકસસ્માતની મળેલ માહિતી મુજબ ફરિયાદી હુસેનભાઇ અલાઉદ્દિનભાઇ દેકાવાડિયા પોતાની નેક્શોન કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રાણેકપર ગામના પાટીયા પાસે આવેલ શિવશકિત હોટેલની સામે એકસેન્ટ કાર નંબર GJ10BR2266 ચાલકે કાર સાથે અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં ફરિયાદી હુસેનભાઈને જમણા ખંભા ઉપર ફેકચર તેમજ છાતીના ભાગે મુંઢ ઇજાઓ પહોંચતા કાર નંબર GJ10BR2266 વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી અકસ્માત કરનાર કાર ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો