વાંકાનેર: જડેશ્વર પાસે છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત એક ગંભીર

વાંકાનેર: જાડેશ્વર પર પાસે છકડો રિક્ષા અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો છે, જેમાં એકનું મોત થયું છે અને એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

વાંકાનેર તાલુકાનાા જડેશ્વર પાસે આવેલ પીજીવીસીએલના સબ સ્ટેશન પાસે એક છકડો રીક્ષા અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો છે બાઈક પર બે પરપ્રાંતિય મજૂરો હોવાની પ્રાથમિક માહિતી મળેલ છે જેમાંથી એકનું ઘટના સ્થળે મોત થયું છે અને એકની હાલત ગંભીર છે.
આ અકસ્માતમાં છકડો રીક્ષા પણ રોડથી થોડે દૂર જઇ અને પલટી ગઈ છે જયારે બાઇકનો કુર્ચો બોલી ગયો છે. અહીથી પસાર થતા અને વાડીઓમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા. બચાવમાં આવેલા લોકોમાંથી કોઇએ 108ને ફોન કર્યા હતો અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ની માહિતી મળેલ છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
