ગુજરાત

લીંબડી હાઈવે પર ડમ્પર અને મિની બસ વચ્ચે ભયંકર અકસ્માત, 5ના મોત

સાયલા લીંબડી હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. ડમ્પર અને મીની બસ વચ્ચે ગંભીર અકસ્માતમાં 5 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે તેમજ 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

સાયલા લીંબડી હાઇવે પર મોરવાડ ગામના ઓવરબ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં 5ના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો