કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત
કચ્છમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. પશ્ચિમ કચ્છમાં આ અકસ્માતની ઘટના બની હતી. કેરા મુન્દ્રા રોડ ઉપર ભયંકર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ખાનગી બસમાં 40 લોકો સવાર હતા. આ અકસ્માતની ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતની ઘટનાને પગલે રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો.
ખાનગી બસમાં 40 લોકો સવાર હતા. આ ભયંકર અકસ્માતની ઘટનામાં બસમાં સવાર 40 માંથી 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. મોતનો આંકડો હજુ પણ વધવાની શક્યતા છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

