Placeholder canvas

મીતાણા: અચાનક ખૂંટીયો આડો ઉતરતા થયેલ મોટર સાયકલના અકસ્માતમાં એકનું મોત,બીજાને ગંભીર ઇજા.

મિતાણા નેકનામ રોડ મોટરસાયકલની સામે ખુંટીયો આડો ઉતરતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પર સવાર આધેડ ઇજાગ્રસ્ત થયા હતા. ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ, ટંકારાના ગજડી ગામે ખેતમજૂરી કરતાં માંજરીયાભાઈ ઉર્ફે સુનીલભાઇ વસુનીયાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, જબલપુર ગામે ખેતમજૂરી કરતાં તેમના મિત્ર પાગળાભાઇ ઉર્ફે રમણભાઇ વિરસીંગભાઇ બામણીયા બાઈક લઈને લાલપર ગામે માંજરીયાભાઈના અંગત કામ અર્થે ગયા હતા. કામ પૂર્ણ થઈ જતાં બંને સાંજના સમયે ઘરે પરત આવતા હતા. ત્યારે પાગળાભાઇ મોટરસાયકલ ચલાવતા હતા, જ્યારે માંજરીયાભાઈ બાઈકની પાછળ બેઠા હતા.

પાગળાભાઇ મિતાણા નેકનામ રોડ પાસે પહોંચતા અચાનક ખૂંટીયો આડો ઉતાર્યો હતો. જેથી મોટરસાયકલ ખુંટીયા સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે બંને બાઇક પરથી પડી ગયા હતા. જેમાં બનેને ગંભીર ઈજાઓ થતા 108 ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં પાગળાભાઇનું મોત થયું હતું અને ફરિયાદીને સારવાર આપવામાં આવી હતી. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો