રાજકોટ-જામનગર હાઇ-વે પર હિટ એન્ડ રન: દલિત યુવાનનું મોત

રાજકોટ જામનગર હાઇવે પર પડધરી પાસે બોલેરો ચાલકે મોટરસાઈકલ સવાર યુવાનને અડફેટે ચલાવી ફરાર થઇ ગયો હતો આ હિટ એન્ડ રનની ઘટનામાં દલિત યુવાનનું મોત થતા અકસ્માત સર્જી્ ભાગી છુટેલા બોલેરો ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

પડધરી તાલુકાના તરઘડી ગામે રહેતા અશોકભાઈ દાનાભાઇ વાઘેલા નામનો યુવાન પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૩ એફઆર ૨૭ ૬૦ ચલાવીને રાજકોટ જામનગર હાઇવે પર ધ્રોલ તરફથી આવતો હતો ત્યારે બોલેરો કારના ચાલકે તેને ઠોકરે ચડાવ્યા હતા ગંભીર ઇજા પહોંચી હતી.

અશોકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું આ બનાવ અંગે અશોક ના ભાઈ વિનોદ વાઘેલા એક પડધરી પોલીસ મથકમાં અકસ્માત સર્જી્ ભાગી છુટેલા બોલેરો ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •