Placeholder canvas

ધ્રાંગધ્રા: મુસાફરો ભરેલી બસ પાછળ ટ્રક અથડાતા ડ્રાઈવરને ગંભીર ઇજા

સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપર દિન પ્રતિદિન ડ્રાઇવરોની બેદરકારીના કારણે અકસ્માતો ની ઘટનાઓ વધતી જઈ રહી છે. ત્યારે ધાંગધ્રા નેશનલ હાઈવે પાસ પર આગળ મુસાફરો ભરી અને ઊભેલી બસને પાછળના ભાગે ટ્રકના ડાઈવરે ચડાવતા ટ્રકના ડ્રાઇવરને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે બસમાં બેઠેલા 50થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

બસની પાછળ એકા એક ટ્રક ટકારાતા મુસાફરો આગળ પાછળ થઈ ગયા હતા અને પરંતુ નાની-મોટીજાઓ થઈ છે પરંતુ મોટી ઇજાઓ થવા પામી નથી પરંતુ ટ્રકના ડ્રાઇવરને ગંભીર ઇજા થતા તેને તાત્કાલિક અસરે સારવાર માટે ધાંગધ્રા ખાતે ખસેડવામાં આવ્યો છે જ્યારે આ બનાવ અંગેની જાણકારી મળતા ધાંગધ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી રહી છે.

આ સમાચારને શેર કરો