Placeholder canvas

વાંકાનેર: જોધપર ગામે કાર અને બાઈક વચ્ચે અકસ્માત, શિક્ષકને ઈજા

By શાહરૂખ ચૌહાણ
વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીક સ્કોર્પીઓ કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બાઈકસવાર શિક્ષકને ઈજા પહોંચી હતી જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામના રહેવાસી રમેશ મીઠાભાઈ ધરજીયા (ઉ.વ.૪૨) નામના શિક્ષકે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે સ્કોર્પીઓ કાર ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી જોધપર ગામેં દોસ્તી પાન નજીક ફરિયાદી રમેશભાઈ ધરજીયાના બાઈક જીજે ૦૩ ઈજી ૦૩૬૫ સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં રમેશભાઈ ધરજીયાને ઈજા પહોંચાડી હતી તો કાર ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ
વાંકાનેર તાલુકા પોલીસ ચલાવી રહી છે

આ સમાચારને શેર કરો