ચોટીલા-રાજકોટ હાઇવે પર ટ્રક-પીકઅપ વાન વચ્ચે અકસ્માત, 4 મહિલાના મોત;15 ઘાયલ

ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી આ અકસ્માતમાં સતત વધારો થયો છે. ત્યારે આવી જ એક દુર્ઘટના ચોટીલા-રાજકોટ હાઈવે પર સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે ચોટીલા-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને પીકઅપ વાનની ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારની 4 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 15થી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે.

આ અંગે મળતી માહિતી મુજબ લીંબડીના શિયાણી ગામના એક જ પરિવારના લોકો પિતૃ કાર્ય માટે સોમનાથ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા-રાજકોટ હાઇવે પર મોલડી પાસે પહોંચતા અકસ્માત સર્જાયો હતો.

ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયંકર ટક્કર થતાં પીકઅપમાં સવાર 4 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 15થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા છે. મળતી માહિતી મુજબ મૃતક ચારેય મહિલાઓ સગી દેરાણી જેઠાણી છે.

આ સમાચારને શેર કરો