વાંકાનેર: બાઉન્ડ્રી નજીક ટેન્કર અને ઇકો કાર વચ્ચે અકસ્માત: ચારને ઇજા
વાંકાનેર : બાઉન્ડ્રી પાસે ટેન્કર ચાલકે ઇકો કારને હડફેટે લેતા ઇકો કારમાં જઈ રહેલા ચાર વ્યક્તિઓને ઇજા થઇ હતી.આ અકસ્માતની વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાણી છે.
અમદાવાદ-રાજકોટ હાઇવે વાંકાનેર બાઉન્ટ્રી ઓવરબ્રીજથી આગળ ઓનેસ્ટ હોટલ પાસે ટેન્કર રજી.નં. જીજે-૧૦-ટીએક્ષ-૩૯૫૧ના ચાલકે પોતાનું વાહન બેફીકરાઇ અને ગફલતભરી રીતે વધુ સ્પીડમાં ચલાવી ગોરધનભાઇ લખમણભાઇ ધોરીયાની ઇકો કાર રજી.નં.જીજે-૩૬-આર-૫૬૩૦ને પાછળથી ઠોકર મારી કારને પલ્ટી ખવડાવી દીધી હતી. આથી, કારમાં સવાર જયાબેન, રાઘવભાઇ તથા રતાભાઇને ફુટ તથા મુંઢમાર જેવી ઇજા તેમજ હેમીબેનને માથામાં ગંભીર ઇજા તથા ડાબા જડબામાં ફેક્ચર જેવી ઇજા પહોંચી હતી.
આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ પોલીસે ટેન્કરચાલક સલીમભાઇ હાસમભાઇ ફકીર સામે ગુનો નોંધી બનાવની તપાસ હાથ ધરી છે.

