Placeholder canvas

વાંકાનેર: ભલગામ પાસે ઇનોવા કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, 3 ઇજાગ્રસ્ત

વાંકાનેરમાં ભલગામ નજીક ટ્રેક્ટર અને ઈનોવા કાર વચ્ચે અકસ્માત થયાની ઘટના સામે આવી હતી. જેમાં ટ્રેક્ટરમાં સવાર ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે

વાંકાનેરના ઠીકરીયાળા ગામની સીમમાં રહેતા બીજલભાઇ રઘુભાઈ માંડાણીએ વાંકાનેર તાલુકા પ્લીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના જ ગામના ખેડૂત રવિભાઈ ડાંગરના ઘઉંની ઉપજને વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં વેચવા જતા હતા. આ ટ્રેક્ટરમાં રવિભાઈ અને તેના ભાગીયા રામજીભાઈ માંડાણી સવાર હતા. જ્યારે બીજલભાઇ ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા. રાત્રિના 12:30 વાગ્યાના સમયે તેઓ ભલગામ ગામની સીમ સ્પનવેબ કારખાના પાસેથી પસાર થતાં હતા ત્યારે એક ઇનોવા કાર રજીસ્ટર નંબર GJ.36.L.4438ના ચાલકે પુરપાટ વેગે ગાડી હંકારીને ટ્રોલીના ભાગે પાછળના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતને પગલે ટ્રેક્ટરને પાછળથી થડકો લાગતા ટ્રેક્ટર ઊંચું થઈ ઊંધું થઈ જતા બીજલભાઇનો ડાબો પગ ફસાઈ ગયો હતો. જ્યારે પંખા ઉપર બેઠેલા રવિભાઈ ટ્રોલીમાં દબાઈ જતા તેમને ડાબા પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી અને ઘઉં ઉપર બેઠેલ રામભાઈ લોખંડનો પાઈપ પકડીને બેઠા હતા જેથી તેમને સામાન્ય ઇજાઓ થઈ હતી.જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો