Placeholder canvas

ટંકારા: લજાઇ ગામ પાસે છોટા હાથી અને ઇકો કાર વચ્ચે અકસ્માત…

ટંકારાના લજાઈ ગામ પાસે છોટા હાથી અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને પગલે ઈકો કારમાં ભારે નુકસાની પહોંચી હતી. સમગ્ર મામલે કારચાલકે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

ટંકારાના નાના ખીજડીયા ગામે રહેતા ભુપેન્દ્રભાઈ અમરશીભાઈ ચૌહાણએ છોટા હાથીના ચાલક અસલમ અજમેરી વિરુદ્ધ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તારીખ 10ના રોજ લજાઈ ગામ પાસે આવેલ બાલાજી સ્ટોર સામે આરોપી અસલમે તેની મહેન્દ્ર કંપનીની જીતો છોટા હાથી ગાડી GJ03BY-4305ને પૂર ઝડપે હંકારીને ભુપેન્દ્રભાઈની ઇકો કાર GJ10DA-2770ની પાછળ અથડાવી હતી. જેને પગલે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇકો કારમાં નુકસાન પહોંચ્યું હતું. જ્યાં કારના પાછળના ભાગના દરવાજાના કાચ તૂટી ગયા હતા અને દરવાજામાં નુકસાન થયું હતું. જે મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો