ટંકારા

રાજકોટ-મોરબી હાઈવે પર હરબટીયાળી નજીક બોલેરો-રિક્ષા વચ્ચે અકસ્માત

‘ગવર્મેન્ટ ઓફ ગુજરાત’ લખેલી બોલેરો સાથે ટક્કરમાં રિક્ષાસવાર આધેડ ઈજાગ્રસ્ત

ટંકારા: રાજકોટ-મોરબી હાઈવે પર અકસ્માતોની વણથંભી વણઝાર વચ્ચે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ નજીક બોલેરો ગાડી અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ‘ગવર્મેન્ટ ઓફ ગુજરાત’ લખેલી બોલેરો ગાડી અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં રિક્ષામાં સવાર એક આધેડને ઈજા પહોંચી હતી.

મળતી માહિતી મુજબ, હરબટીયાળી ગામ નજીક બનેલા આ અકસ્માતમાં રિક્ષામાં સવાર બાબુભાઈ મોમભાઈ (ઉ.વ. 57, રહે. વીરવાવ, તા. ટંકારા)ને શરીરે ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

108ના ઈએમટી મુસ્કીમભાઈ અને પાયલોટ ભીમભાઈએ ઈજાગ્રસ્ત બાબુભાઈને ઘટનાસ્થળે પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ટંકારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવારની જરૂરિયાત જણાતા ઈજાગ્રસ્ત બાબુભાઈને ટંકારાની ચિખલિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્મતને પગલે હાઈવે પર થોડા સમય માટે વાહનવ્યવહારને અસર થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ સમાચારને શેર કરો