વાંકાનેર: સીંધાવદરના ગત્રાળનગર પાસે ઇકો કાર અને છોટા હાથી વચ્ચે અકસ્માત, બેને ઈજા
વાંકાનેર તાલુકાના સિંધાવદરના ગત્રાળનગર પાસે ઇકો કાર અને છોટા હાથી વચ્ચે અકસ્માત થયો હતો જેમાં eeco કારના ડ્રાઈવર અને એક મહિલાને ઈજા પહોંચી હતી તેમને તાત્કાલિક વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામના ઇકો કારના માલિક મેરાભાઈ સિંધાભાઈ સગાઈના પ્રસંગે કોઠી ગામે જઇ રહ્યા હતા ત્યારે ગત્રાળનગર પાસે સામેથી છોટા હાથી ટેમ્પો રોંગ સાઇડમાં આવી ને અકસ્માત સર્જાયો હતો જેમાં ઇકો કારમાં સવાર એક પુરુષ અને એક મહિલાને ઇજા થઇ હતી.
અકસ્માતની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

