Placeholder canvas

રાજકોટ-મોરબી રોડ પર ઇકો કાર અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત: એકનું મોત, 4ને ઇજા

ભેંસાણનો પરિવાર રિક્ષામાં સ્ક્રેપ ભરી કચ્છમાં વેચવા ગયો હોય પરત ફરતા ગૌરીદળ પાસે અકસ્માત નડ્યો

રાજકોટની ભાગોળે મોરબી રોડ પર ઇકો કાર અને છકડો રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ચાર લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

માહિતી મળી છે કે, જૂનાગઢના ભેંસાણનો પરિવાર રિક્ષામાં સ્ક્રેપ ભરી કચ્છમાં વેચવા ગયો હોય પરત ફરતા ગૌરીદળ પાસે મારવાડી કોલેજ નજીક અકસ્માત નડ્યો હતો.

આ સમાચારને શેર કરો