વાંકાનેર: ખીજડીયા પાસે છકડો રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત: રિક્ષા ચાલકને પગમાં ઇજા

વાંકાનેર: ગઈકાલ રાત્રે વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ પાસે એક છકડો રીક્ષા સાથે સ્વીફ્ટ કારનું અકસ્માત થયું હતું, જેમાં છકડો રીક્ષા ચાલકને પગમાં ઇજા થઇ હતી.

વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ પાસે સીંધાવદર તરફ આઈએમપી ઇસ્માઇલની વાડી પાસે એક છકડો રીક્ષા સાથે Gj-03 HA 3889 નંબરની સ્વીફ્ટ કાર ધડાકાભેર ટકરાય હતી, જેના કારણે છકડો રીક્ષાના ડ્રાઈવર દેવાભાઇ ફાગલીયા (ઉં.વ.30) ને પગમાં ગંભીર ઇજા પહોંચી છે અને સ્વીફ્ટ કારમાં ભારે નુકસાન થયું છે.

મળેલી માહિતી મુજબ સ્વીફ્ટ કાર ઘીયાવાડ થી વાંકાનેર તરફ આવતી હતી અને છકડો રીક્ષા વાંકાનેર થી ખીજડીયા તરફ જઈ રહી હતી ત્યારે સાંજના આશરે સાડા સાત વાગ્યાની આસપાસ સિંધાવાદરના પૂર્વ સરપંચ ઈસ્માઈલભાઈ આઈએમપી ની વાડી પાસે સ્વીફ્ટ કાર છકડો રિક્ષા સાથે રોંગ સાઈડમાં જઈને ટકરાય હતી. જેના કારણે છકડો રીક્ષાના ડ્રાઈવરને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી,

આ ઘટના બાદ પાછળથી ઘીયાવાડ તરફથી આવેલ બીજી કારવાળાએ સ્વીફ્ટ કારમાં સવાર તમામ લોકોને લઈને જતા રહ્યા હતા. જ્યારે છકડા રીક્ષા ડ્રાઈવરને ઈજાના કારણે કણસતો ત્યાં છોડીને જતા રહ્યા હતા. આ અકસ્માતની ગામ લોકોને જાણ થતા તેઓ ત્યાં દોડી આવ્યા હતા અને રીક્ષા ડ્રાઈવરને હોસ્પિટલે પહોંચાડ્યો હતો.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •