ટંકારા: ટોળ ગામના કોન્ટ્રાક્ટર અબ્દુલભાઈ બાદીનું અવસાન, આવતીકાલે જિયારત….

ટંકારા તાલુકાના ટોળ ગામના કોન્ટ્રાક્ટર અબ્દુલભાઈ બાદી (હાજી સાહેબ) નું 68 વર્ષની વયે ગત મોડી રાત્રે તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગત રાત્રે આખરી શ્વાસ લઈને આ ફાની દુનિયાને અલવિદા કહી હતી.

મરહુમ અબ્દુલભાઈ બાદીની દફનવિધિ આજે સોમવારે સવારે 7 વાગ્યે ટોળ ગામના કબ્રસ્તાન ખાતે કરવામાં આવી, તેમની જિયારત આવતી કાલે તા. 8 સપ્ટેમ્બર, 2026ને મંગળવારના રોજ સવારે 8 વાગ્યે ટોળ ગામે રાખવામાં આવેલ છે.

મરહુમ અબ્દુલભાઈ બાદી ટોળ ગામમાં મોટાભાઈ તરીકે ઓળખાતા મરહુમ બાદી વલીમામાદ જીવાના પુત્ર હતા. તેઓ યુવા કોન્ટ્રાક્ટર સાહિલ બાદી અને રિયાસત બાદીના પિતા તથા કપ્તાન ન્યૂઝના તંત્રી અયુબ માથકિયાના મામા થતા હતા.

મરહુમ અબ્દુલભાઈ બાદી પોતાના પરિવારમાં પત્ની, બે પુત્રો, બે પુત્રવધૂ, ત્રણ પૌત્રો અને એક પુત્રીને વિલાપ કરતા છોડી ગયા છે.

મરહુમ અબ્દુલભાઈ બાદીના નિધનથી પરિવારજનો, સગાસંબંધીઓ અને પરિચિતોમાં શોકની લાગણી પ્રસરી છે.

અલ્લાહ પાક મરહુમને જન્નતુલ ફિરદૌસમાં આલાસે આલા મકામ અતા ફરમાવે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ તથા સબ્ર અતા ફરમાવે. આમીન.

કપ્તાન પરિવાર મરહુમ અબ્દુલભાઈ બાદીને ખીરાજ-એ-અકીદત પાઠવીને તેમના પરિવારજનોને હાર્દિક સાંત્વના પાઠવે છે અને દુઃખની આ ઘડીમાં તેમની સાથે સહભાગી બને છે.

આ સમાચાર શેર કરો

Follow Us on