ઓટાળા ગામેથી શ્રમિક સગીરાનું અપહરણ
By Jayesh Bhatashna (Tankara)
ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામમાં ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા એક શ્રમિકની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું હતું.
ગત તા. 9 મેના રોજ ઓટાળા ગામમાં વાડીમાં રહી ખેત મજૂરી કરતા અને મૂળ છોટા ઉદેપુરના દિનેશભાઇ રાઠવાની 14 વર્ષીય પુત્રી રેખાબેનને વાડીમાં તેની સાથે કામ કરતા અને મૂળ છોટા ઉદેપુરનો વતની શૈલેષ ગુલજીભાઈ રાઠવાએ લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયેલ છે. હાલમાં ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરેલ છે.