મોરબી: આમ આદમી પાર્ટીના યુવા જોડો અભિયાનમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા

By Arif Divan

મોરબી: સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્રારા યુવા જોડો અભિયાન શરૂ કરવામાં આવેલ છે. ત્યારે ગુજરાતમાં યુવાનોને પ્રજાહિતની રાજનીતિમાં આગળ લાવવા મોરબી ખાતે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા આજે યુવા જોડો અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

આ પ્રસંગે આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પોફેસર કિશોરભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોપાલ ઇટાલિયા તેમજ સંગઠન મંત્રી અજિતભાઈ લોખીલ ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં આવનાર તમામ ચૂંટણીઓ લડવા માટેની ત્યારીઓ આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમ જિલ્લા પ્રભારી ભરત બારોટ, જિલ્લા પ્રમુખ એ.કે.પટેલ તેમજ શહેર પ્રમુખ મહેશ રાજ્યગુરુ ની અગવાનીમાં યોજવામાં આવેલ. કાર્યક્રમ નું સફળ સંચાલન મીડિયા કોરડીનેટર અને મોરબી શહેર મહામંત્રી પરેશ પારીઆ દ્વારા કરવામાં આવ્યુ હતું.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •