વાંકાનેર:હેડ-ક્લાર્કની પરીક્ષામાં થયેલ ગેરરીતી બાબતે ‘આપ’એ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું.

હેડ-ક્લાર્કનું પેપર નહિ, ગુજરાતના લાખો યુવાનોના સપનાઓ ફૂટ્યા છે-આપ તાલુકા પ્રમુખ

વાંકાનેર:તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા હેડ-ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી.જે પરીક્ષા પહેલા હેડ-ક્લાર્કનું પેપર ફૂટી ગયું હતું.જે બાબતને લઈને ગુજરાતના લાખો યુવાનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે વાંકાનેર આમ આદમી પાર્ટી દ્વારા પણ હેડ-ક્લાર્કની પરીક્ષામાં આપવામાં આવેલ ગેરરીતીઓ સબબ વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં તા.૧૨/૧૨/૨૧ ના રોજ લેવાયેલ હેડ-ક્લાર્કની પરીક્ષામાં પણ અગાઉની પરીક્ષાની માફક પેપર લીક થયું હતું. હિંમતનગરના એક ફાર્મ હાઉસમાં સોળ-જેટલા વિધાર્થીઓ અને ત્યાંથી સોસીયલ મીડિયા દ્વારા ભાવનગર, વડોદરા, કચ્છ,વગેરે સ્થળોએ પરીક્ષાના બે કલાક અગાઉ પેપર પહોંચ્યું હતું.પેપર લીક થયાની આ પરંપરા ગુજરાતના યુવાનો સાથે હળાહળ અન્યાય છે. હજારો રૂપિયા કલાસીસ પાછળ બગાડી અને પોતાનો કિંમતી સમય આપી પોતાનું જીવન સજાવા મથી રહેલા યુવાનો સાથે ગાંધીના ગુજરાતમાં દર પરીક્ષા વખતે વિધાર્થીઓ એક જબરો માનસિક આઘાત અનુભવે છે. જે એક પ્રકારની હિંસા જ છે.

હિંમતનગરમાં બનેલી આ ઘટનાની આઘારો સાથે રજુવાત કરવામાં આવી છે. ત્યારે દોષીતો સામે કાર્યવાહી થાય અને અન્ય આવા લોકોને બોધપાઠ મળે તેવી રીતે સરકાર દ્વારા આવા લોકોને સામે કાર્યવાહી કરે.આ કૌભાંડીઓ સાથે સંકળાયેલા દરેક લોકોની સામે કાર્યવાહી થાય તેમજ ભવિષ્યમાં લેવાનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની ગોપનીયતા જળવાય તેવા પ્રકારે આયોજન થાય તેવું ગુજરાતના દરેક યુવાનો ઇચ્છી રહ્યા છે. તાજેતરની પેપર લીક ઘટનાને જો ગંભીરતાથી નહિ લેવાય અને વિધાર્થીઓને યોગ્ય ન્યાય નહિ મળે તો આગામી સમયમાં વિધાર્થીઓ તૈયારી છોડી મેદાનમાં અવવાનાની ફરજ પડશે.

આ સમયે વાંકાનેર આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ ઉસ્માનગનીભાઈ બાદી,જિલ્લા ઉપ પ્રમુખ તૌફિક અમરેલીયા અમે જિલ્લા સંગઠનમંત્રી અર્જુનસિંહ વાળા દ્વારા આવેદન પત્ર પાઠવી વાંકાનેર પ્રાંત અધિકારીને રજુઆત કરી હતી.

આ સમાચારને શેર કરો