માળીયા મીયાણાના જશાપર ગામમાં ‘આપ’ને મળ્યું સ્વયંભૂ લોકસમર્થન
સમગ્ર ગુજરાતની 182 ધારાસભ્યો પર આમ આદમી પાર્ટી પોતાની પરિવર્તન યાત્રા ફેરવી રહી છે ત્યારે ઘણી બધી જગ્યાઓ પર લોકો દ્વારા સ્વયંભૂ સમર્થન મળી રહ્યું છે અત્યાર સુધી આપણે એવું સાંભળતા હતા કે આ ભાજપ નું ગામ છે આ કોંગ્રેસ નું ગામ છે પરંતુ અચાનક આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રા શરૂ કરતા જ હવે એવું પણ જોવા મળી શકે છે કે આ ગામ આદમી પાર્ટીનું નામ છે.
ગત તારીખ ૨૬ અને ૨૭ મેના રોજ મોરબી માળીયા વિધાનસભા સીટ ઉપર આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા આવેલ આ સમયે આમ આદમી પાર્ટી દ્વારા મોરબી અને માળીયા શહેરમાં રેલીઓ કાઢી અને તાલુકાના ગામોમાં જન સંવાદ કાર્યક્રમ યોજ્યા જેમાં લોકો એ ઘણો બધો પ્રતિસાદ આપ્યો નવા યુવાનો આ પરિવર્તન યાત્રામાં પણ જોડાયા અને ગામડાઓ એ ખૂબ સારો આવકાર આપ્યો જેમાં મોરબી માળીયા તાલુકાના જસાપર ગામ ના આગેવાન હીરાભાઈ કાનગડ દ્વારા પોતાના ગામમાં આમ આદમી પાર્ટી ની પરિવર્તન યાત્રા ને આવકાર આપ્યો જેમાં સ્વયંભૂ ગામલોકો ગામને પાદર આવી આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા નું ભવ્ય સ્વાગત કર્યું તેમજ ગામના ચોરે રામજી મંદિર ખાતે નેતાઓ સાથે ચર્ચાઓ પણ કરી.
આ પ્રસંગે આમ આદમી પાર્ટી નેતા કૈલાશભાઈ ગઢવી, રાજુભાઇ કરપડા, ગોવિંદભાઇ વાલાણી, શિવાજીભાઈ ડાંગર, વસંતભાઈ ગોરીયા સહિત જિલ્લાના અન્ય હોદેદારો ઉપસ્થિત રહેલ. આ ગામનો આવકાર જોઇ કદાચ હવે એવું પણ બનશે કે લોકો કહેશે કે આ આમ આદમી પાર્ટીનું ગામ છે.