ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ‘આપ’એ ઉમેદવારની ત્રીજી યાદી જાહેર કરી.
ગુજરાત આમ આદમી પાર્ટીએ આ પહેલાં 19 ઉમેદવારના નામ જાહેર કર્યાં હતા. આમ આદમી પાર્ટીએ હવે વધુ 10 બેઠક માટે ઉમેદવારના નામ જાહેર કર્યાં છે.
ગુજરાતની વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ વધુ નામ જાહેર કર્યા છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારની ત્રીજી યાદી જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ આ પહેલાં બે યાદીમાં 29 ઉમેદવારના નામ જાહેર કર્યાં હતા. હવે વધુ નામ જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારો ચૂંટણીને લઈને સારી રીતે તૈયારી કરી શકે તે માટે આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારની યાદી પહેલા જ જાહેર કરવામાં આવી રહી છે.
ત્રીજી યાદીના ઉમેદવારોનું લિસ્ટઃ
| ઉમેદવાર | બેઠક |
| કૈલાશ ગઢવી | માંડવી (કચ્છ) |
| દિનેશ કાપડિયા | દાણીલીમડા |
| ડો. રમેશ પટેલ | ડીસા |
| લાલેશ ઠક્કર | પાટણ |
| કલ્પેશ પટેલ ભોલાભાઈ | વેજલપુર |
| વિજય ચાવડા | સાવલી |
| બિપિવ ગામેતી | ખેડબ્રહ્મા |
| પ્રફુલ વસાવા | નાંદોદ |
| જીવન જુંગી | પોરબંદર |
| અરવિંદ ગામિત | નિઝર |
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KWrV1cAnB5W0QZLBG5exsV

