Placeholder canvas

મોરબી નગરપાલિકાના કચરા સ્ટેન્ડો બંધ કરવા આમ આદમી પાર્ટીની માંગ

મોરબી નગરપાલિકા સહિત જિલ્લા આરોગ્ય વિભાગ અને પ્રદૂષણ વિભાગને પણ જાણ કરાય
જો કચરા સ્ટેન્ડો બંધ નહીં કરાય તો સી.આર.પી.સી.૧૩૩ અંતર્ગત કોર્ટમાં લઈ જવાની ચીમકી

મોરબી : મોરબી વાસીઓના આરોગ્યના હિતને ધ્યાને રાખી મોરબી નગરપાલિકાના કચરા સ્ટેન્ડો બંધ કરવા આમ આદમી પાર્ટીએ માંગ કરી છે. આ કચરા સ્ટેન્ડોમાં કચરા વરસાદના કારણે દુર્ગંધ ફેલાવતા હોવાથી લોકોના આરોગ્ય પર ગંભીર અસર થાય છે.તેથી કચરા સ્ટેન્ડ બંધ કરવા માંગ કરી છે.જો યોગ્ય પગલાં નહીં લેવાય તો કોર્ટમાં લઈ જવાની ચીમકી આપી છે.

જન આરોગ્યને હાનિકારક એવા મોરબી નગરપાલિકાના કચરા સ્ટેન્ડો બંધ કરવા અંગે આમ આદમી પાર્ટીએ માંગ કરી છે. મોરબી નગરપાલિકા દ્વારા સમગ્ર મોરબી શહેરમાંથી શેરીએ ગલીએ સફાય કરી એક જગ્યા પર કચરો એકઠો કરવા માટે આશરે ૬૦ થી ૮૦ જગ્યાઓ પર કચરા સ્ટેન્ડ બનાવવામાં આવેલ છે જ્યાંથી નગરપાલિકા ટ્રેકટર અને જેસીબી દ્વારા કચરો ઉપાડે છે.

હાલ વરસાદી વાતાવરણ હોવાના કારણે આ કચરામાં દુર્ગંધ અને બેક્ટેરિયા થઈ શકવાની સંપૂર્ણ સંભાવના હોવાથી તાત્કાલિક ધોરણે મોરબી શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં રાખીને તમામ કચરો સ્ટેન્ડ બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા “આપ” દ્વારા વિનંતી કરવામાં આવી છે અને પાલિકાને આવેદનમાં જણાવેલ કે આપ જાણો છો તે મુજબ જાહેરમાં ખુલ્લામાં કચરો ફેંકો કે જમા કરવો તે ભારત સરકારના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ ૨૦૧૬ અંતર્ગત ગુન્હાપાત્ર છે.જે ખુલ્લા કચરા સ્ટેન્ડો બનાવી આપ ભારત સરકારના કાયદાનું ઉલ્લંઘન કરી મોરબી શહેરી જનોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છો જો આપ તાત્કાલિક ધોરણે આ તમામ કચરા સ્ટેન્ડો બંધ નહીં કરો તો સી.આર.પી.સી. કલમ ૧૩૩ અંતર્ગત આપને નામદાર કોર્ટમાં લઈ જવાની અમોને ફરજ પડશે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો