વાંકાનેર

વાંકાનેરમાં જુના ઝઘડાનો ખાર રાખી યુવક પર છરી વડે હુમલો

દાણાપીઠ વિસ્તારમાં કિસ્મત ફરસાણ પાસે યુવકને છરીના બે ઘા ઝીંકાતા પોલીસ ફરિયાદ

વાંકાનેર: વાંકાનેર શહેરના દાણાપીઠ વિસ્તારમાં કિસ્મત ફરસાણ પાસે જુના ઝઘડાનો ખાર રાખી એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવતા વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર શહેરના પંચાસર રોડ પર નવાપરા વિસ્તારમાં રહેતા સાગરભાઈ ભુપતભાઈ પાટડીયાએ શુભમ ભાટી (રહે. વીસીપરા, વાંકાનેર) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, અગાઉ ફરિયાદીના મિત્ર સાથે આરોપી શુભમ ભાટીનો બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. તે સમયે સાગરભાઈ વચ્ચે પડ્યા હતા. આ બાબતનો ખાર રાખી આરોપીએ ગત તા. 1 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે દાણાપીઠ વિસ્તારમાં કિસ્મત ફરસાણ પાસે સાગરભાઈ સાથે ઝઘડો કર્યો હતો.

આ દરમિયાન આરોપીએ છરી વડે સાગરભાઈને બે ઘા ઝીંકી દેતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. બનાવને પગલે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો