Placeholder canvas

મૂળીના દાધોળીયામાં મતદાન જાગૃતિ અતર્ગત યુવા મતદાન મહોત્સવનુ આયોજન કરાયું.

By ભરતભાઇ પારેખ-સરા 
મૂળી તાલુકા ના નાનકડા એવા ગ્રામ્ય વિસ્તારની સરકારી માધ્યમિક શાળા ખાતે આચાર્ય મનિષભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આવો ચુટણી પ્રક્રિયાને સમાવિષ્ટ કરી સુગમ અને સહભાગી બનાવીએની થીમ પર યુવા મતદાર મહોત્સવનુ આયોજન કરી યુવા મતદારોને જાગૃત કરેલ હતા.

વિદ્યાર્થીઓએ વિડીયો ચિત્ર થકી મતદાનનુ મહત્વ સમજાવી મારો મત મારૂ ભવિષ્ય જેવા સ્લોગન સાથે ચિત્રો દોરી મતદારોને જગાડવા હાકલ કરી દરેક નાગરીકોએ પોતાની સુઝબુઝ અને સમજણ પુર્વક મતદાન કરી દેશનો વિકાસ કરી શકે તેવા પ્રમાણીક પ્રતિનિધિ પસંદ કરવા જોઇએ, ગ્રામ્ય વિસ્તારોમા મતદાન ઓછુ થતુ જાય છે ત્યારે શાળામા મતદાન જાગૃતિ કાર્યક્રમ થકી મતદારોમા જાગૃતિ આવી શકે તેમ છે.

આ સમાચારને શેર કરો